બગદાદ: ઈરાક (Iraq) ની રાજધાની બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસ નજીક પાછા રોકેટ (Rocket) છોડવામાં આવ્યાં. સુરક્ષાકર્મીઓનું કહેવું છે કે ખુબ જ સુરક્ષિત વિસ્તારમાં અમેરિકી દૂતાવાસ ( US embassy) પાસે 3 રોકેટ છોડાયા છે. જો કે તેમાં  કોઈ જાનહાનિ નથી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સાઈરનનો અવાજ ગૂંજવા લાગ્યો. અમેરિકાએ આ પ્રકારના હુમલાઓ માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યાં છે. જો કે ઈરાને હજુ તેની જવાબદારી લીધી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસ 3 મહિના, બ્લેકલિસ્ટથી બચવા માટે પાકિસ્તાને અમેરિકા સામે જોડ્યા હાથ


અત્રે જણાવવાનું કે હાલ ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો ખુબ વણસ્યા છે. અમેરિકાએ ઈરાની કમાન્ડરની હત્યા કરી તો જવાબમાં ઈરાને અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા હતાં. ઈરાકમાં 8 જાન્યુઆરીના રોજ બે અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર થયેલા ઈરાની મિસાઈલ હુમલામાં 80 અમેરિકી સૈનિકોના માર્યા ગયાનો દાવો કર્યો હતો જો કે અમેરિકાએ ના પાડી દીધી હતી. પરંતુ આ હુમલામાં અમેરિકાના 11 સૈનિકો ઘાયલ થયા હતાં. અમેરિકી કેન્દ્રીય કમાનના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બનના હવાલે જણાવવામાં આવ્યું કે અલ અસદ એરપોરટ્ પર થયેલી હવાઈ હુમલામાં કોઈ અમેરિકી સૈનિક માર્યો ગયો નથી પરંતુ અનેક લોકોની સારવાર ચાલી રહી છે અને હજુ પણ નીગરાણી હેઠળ છે. 


ઈરાને 8 જાન્યુઆરીના રોજ એન અલ અસદ અને ઈરબિલમાં અમેરિકી સેના અને ગઠબંધનના સૈનિકોની તૈનાતીવાળા બે ઈરાકી સૈન્ય ઠેકાણા પર જમીનથી જમીન પર માર કરનારી મિસાઈલો છોડી હતી. 3 જાન્યુઆરીના રોજ બગદાદ એરપોર્ટ પાસે અમેરિકી ડ્રોન હુમલામાં ઈરાની મેજર કાસિમ સુલેમાનીના માર્યા ગયા બાદ ઈરાનની આ જવાબી કાર્યવાહી હતી. હુમલા બાદ પેન્ટાગને કહ્યું હતું કે કોઈ પણ નુકસાનની સૂચના નથી. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube